Home » GL Community
મનુષ્યજીવન પરમાત્માની સર્વોચ્ચ ભેટ છે. જીવે જેવાં કર્મો કર્યાં હોય તે પ્રમાણે તેને શરીરરૂપી સાધન પ્રાપ્ત થાય છે. શરીર પર કર્મોની સત્તા પ્રવર્તે છે અને કર્મના ફળદાતા ભગવાન છે. પિંડ અને બ્રહ્માંડનું સર્જન ઉપયોગ માટે છે. પણ શરીરને ભગવાને આપેલું સાધન માનવાને બદલે મનુષ્ય તેના પર પોતાની માલિકી સ્થાપે છે અને સત્કાર્યો માટે ઉપયોગ કરવાને […]
બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા. એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’ આ સાંભળી […]
હું નારી છું,આકાશે રમતાં વાદળની, રૂપેરી તેજ કિનારી છું…….હું નારી….. માં બાપના આંગણ માં પૂજાતી, તુલસી કેરી ક્યારી છું……હું નારી… હું પત્ની છું,હું માતા છું,હું બહેન છું,હું બેટી છું, કૈક રહસ્યો છુપાય એવી તાળાં વાળી પેટી છું. જો ઝાંકવું હોય મનની ભીતર, તો ત્વરિત ખુલતી બારી છું……હું નારી….. હું ચંચલ છું કો હરણી શી, ખળખળ […]
એક હતું સરોવર; મોટા દરિયા જેવડું, એને કાંઠે એક મોટો વડ હતો. એની ઉપર એક કાગડો રહે. કાગડો તો કાળો મેશ; એક આંખે કાણો ને એક પગે ખાંગો, કાગડો બોલે : “કો-કો.” કાગડો ઊડે તો જાણે પડ્યો કે પડશે. તોય કાગડાનો ગો માય નહિ. મનમાં તો એમ કે, મારા જેવું કોઈ ના ઊડે, મારા જેવું કોઈ ના બોલે ! એક વાર સરોવરને કાંઠે […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.