શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા

શ્રી રતિલાલ ચંદરયા ચતુર્થ સ્મૃતિ સભાના એક ભાગ સ્વરૂપ આયોજિત બાળ વાર્તા લેખન સ્પર્ધામાં દેશવિદેશમાં વસતાં ભાષાપ્રેમીઓએ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે બદલ સૌ સ્પર્ધકોનો ખૂબ ખૂબ આભાર. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળ સાહિત્યને ઉત્તેજન આપવાનો હતો.

નિર્ણાયક સમિતિના સભ્યો શ્રી યશવંતભાઈ મહેતા, સુશ્રી લતાબહેન હિરાણી અને સુશ્રી ધીરુબહેન પટેલના અનુભવના નીચોડના આધારે નીચે મુજબનું પરિણામ જાહેર કરવામાં આવે છે અને કેટલાંક સૂચનો અહીં સૌ ભાષા પ્રેમીઓ માટે અમે જાહેર કરીએ છીએ.

• બાળ વાર્તા અને કિશોર કથાઓ સાહિત્યના અલગ અલગ રૂપ છે.

• કથામાં સાર, મૌલિકતા અને વિષય વસ્તુ અગત્યના તત્ત્વો છે.

• જોડણીના નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

• બાળકોના ભવિષ્ય ઘડતરમાં બાળ વાર્તા પાયારૂપ ભૂમિકા ભજવતી હોવાથી તેમાં કાલ્પનિકતા, વાસ્તવિકતા, રાજનીતિક, બૌદ્ધિક, તકનીકી, રાષ્ટ્રપ્રેમ વગેરે જેવા રંગો / પાસાઓ એક યા બીજા સ્વરૂપે આવરવા એ આજના યુગની આગવી જરૂરિયાત છે, જે આજના બાળકના ચારિત્ર્ય ઘડતરમાં ચાવીરૂપ સાબિત થશે.

ઉપરના સૂચનો ધ્યાનમાં રાખીને વધુને વધુ બાળવાર્તાઓ લખાવી જોઈએ અને વાચકો સુધી ઉપલબ્ધ કરાવી જોઈએ.

મળેલ બધી કૃતિઓને ચકાસતાં નિર્ણાયક સમિતિ દ્વારા સર્વાનુમતે નીચે મુજબના પરિણામની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ ઇનામ : આ સ્થાને કોઈ કૃતિની પસંદગી કરવામાં આવી નથી.

તા. 8 ઑક્ટોબર 2016ના રોજ આયોજિત તૃતીય રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા દરમ્યાન નિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર ઉપર ડૉ. ગણેશદેવીએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. આ વક્તવ્ય તથા સભા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ કલ્યાણીનું વક્તવ્ય અહીં આ લિંક ઉપરથી વાંચી શકાશે.

વર્ષ 2014થી દર વર્ષે ગુજરાતીલેક્સિકન તેના સ્થાપક ‘શ્રી રતિલાલ ચંદરયા’ની સ્મૃતિમાં સ્મૃતિ સભાનું આયોજન કરે છે. આ વર્ષે ઑપિનિયન મેગેઝીનના સંચાલક, ગુજરાતીલેક્સિકનના દિશાસૂચક અને કર્મનિષ્ઠ ‘શ્રી વિપુલભાઈ કલ્યાણી’ના અધ્યક્ષ પદે આયોજિત તૃતીય સ્મૃતિ સભામાં કર્મથી ભાષાવિદ, બૌદ્ધિક અને કર્મશીલ, પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ‘ડૉ. ગણેશદેવી’ સભાના મુખ્ય અતિથિ સ્થાને બીરાજમાન છે

ડૉ. ગણેશદેવી ‘નિ:શબ્દતા’ વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે. નિ:શબ્દતાથી શબ્દના સર્જનની આ સફરમાં જોડાવવા આપને સ્નેહભર્યું આમંત્રણ છે.

પ્રમુખ વક્તા : ડૉ. ગણેશ દેવી

સભા અધ્યક્ષ : શ્રી વિપુલભાઈ કલ્યાણી

તારીખ : 8 ઑક્ટોબર 2016, શનિવાર

સમય : સાંજે 5.00 વાગ્યે

આપ રજિસ્ટ્રેશન પદ્ધતિનો ઉપયોગ કરી આપના નામની નોંધણી કરાવી શકો છો.

માતૃભાષાના ભેખધારી રતિલાલ ચંદરયા પ્રેરિત ‘ગુજરાતની અસ્મિતા’ (દ્વિતિય સભા) કાર્યક્રમનો અહેવાલ અને ‘શ્રી રતિલાલ ચંદરયા ગુજરાતીલેક્સિકન શિષ્યવૃત્તિ’ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે.

તા. 10 ઑક્ટોબર 2015, શનિવારના રોજ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના પ્રાંગણમાં સાંજના 4.30 થી 7 દરમ્યાન ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર ગુજરાતીલેક્સિકનના સ્થાપક માતૃભાષાના ભેખધારી શ્રી રતિલાલ ચંદરયાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાષા, કલા, સાહિત્ય અને સંસ્કૃતિના સંદર્ભમાં ‘ગુજરાતની અસ્મિતા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી સિતાંશુભાઈ અને અતિથિ વિશેષ શ્રી કુમારપાળભાઈ હતા. કાર્યક્રમની શરૂઆત અલ્પાહારથી કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમને અનુરૂપ ગુજરાતી કલ્ચર અને સંસ્કૃતિની અનુભૂતિ કરાવે તેમ અલ્પાહારમાં સેવખમણી, ખીચું, સમોસા, તવા હલવો અને ચા-કૉફી પીરસવામાં આવી હતી. આમંત્રિત સૌ મહેમાનો આ નવીન અલ્પાહારથી આનંદિત થઈ ગયા હતા.

કાર્યક્રમના વિસ્તૃત અહેવાલ માટે આપેલી લિંક ઉપર ક્લિક કરો :


આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતી કલ્ચર એન્ડ હેરિટેજ ફાઉન્ડેશનની જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત તેના ઉદ્દેશો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા.

ટ્રસ્ટની જાહેરાત બાદ પ્રકાશભાઈ વિપુલ કલ્યાણી વિશે, ઓપિનિયન મેગેઝિન વિશે અને તેની ડિજિટલ આવૃત્તિની રજૂઆતના સંદર્ભની માહિતી આપી અને મંચસ્થ મહાનુભાવો દ્વારા ઓપિનિયન ડીવીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું,

ઓપિનિયન ડીવીડીના લોકાર્પણ બાદ મનુકાકા અને ચંદરયા ફાઉન્ડેશન દ્વારા આ વર્ષથી મુખ્ય વિષય ગુજરાતી સાથે એમ.એ અથવા પીએચડી કરતાં તેજસ્વી અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરવામાં આવેલ છે તેની જાહેરાત કરવામાં આવી અને આ વર્ષ માટે ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ.યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પસંદ કરાયેલ કુલ આઠ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આ ઉપરાંત આ સમગ્ર પ્રક્રિયામાં મદદરૂપ થનાર યોગેન્દ્રભાઈ વ્યાસ અને અરવિંદ ભંડારીનો આભાર માનવામાં આવ્યો. એમ.એ. કરતાં વિદ્યાર્થીઓને 7000 રૂપિયાની અને પી.એચ.ડીના વિદ્યાર્થીઓને 15000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી. આ ઉપરાંત આ શિષ્યવૃત્તિમાં ફાળો આપવાની શ્રોતાગણમાં અપીલ કરવામાં આવી.

સ્કોલરશિપ મેળવેલ વિદ્યાર્થીઓની યાદી આ મુજબ છે.

Student NameUniversityCourseAmount
Kurmi Sanju BababanprasadGujarat UniversityMA Part I7000
Vaghela Dharmishta HetubhaGujarat UniversityMA Part II7000
Montu A. PatelSardar Patel UniversityPhd15000
Rinkuben H. PatelSardar Patel UniversityMA Part II7000
Liya Mona BakuleshVeer Narmad UniversityPhd15000
Kher Monica ChandrakantbhaiVeer Narmad UniversityMA Part I7000
Kansara Grishma YagneshkumarVeer Narmad UniversityMA Part II7000
Beenaben G. KabariyaSaurashtra UniversityMA Part I7000
Total Amount 72000

આખરમાં મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત શ્રોતાગણ, વિશ્વકોશ પરિવાર, રાએધૂન ટીમ, આ સમગ્ર આયોજનમાં સહાયભૂત થનાર સૌનો આભાર વ્યકત કરી સભાનું સમાપન કરવામાં આવ્યું.

આદરણીય શ્રી / સુશ્રી..

માતૃભાષા ગુજરાતીના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર અને તે માટે પોતાનાં જીવનનાં 25થી પણ વધુ અમૂલ્ય વર્ષોનું સમયદાન આપનાર, ગુજરાતી શબ્દોની ભાગીરથીનું ડિજિટલ દુનિયામાં અવતરણ કરાવનાર ભગીરથ ભાષાવીર તથા ગુજરાતી ભાષાના સૌથી મોટા ઓનલાઇન ડિજિટલ રીસોર્સ ગુજરાતીલેક્સિકન.કોમના પ્રણેતા શ્રી રતિલાલ ચંદરયા પ્રેરિત ભાષા, સાહિત્ય, કલા, સંસ્કૃતિ કાર્યક્રમમાં પધારવાનું આપને હૃદયપૂર્વકનું આમંત્રણ છે.

કાર્યક્રમની રૂપરેખા :

અલ્પાહાર – પ્રાર્થનાગીત – સ્વાગત પરિચય – ગુજરાતીલેક્સિકન પરિચય – ટ્રસ્ટ જાહેરાત – વક્તવ્ય – શિષ્યવૃત્તિ વિતરણ – સમાપન

પ્રમુખ વક્તા :

શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર
(કવિ, નાટ્યકાર, વિવેચક તરીકે ગુજરાતી સાહિત્યમાં ચહુદિશ ગુંજતું બહુમુખી પ્રતિભાવાન વ્યક્તિત્વ)

અતિથિ વિશેષ :

શ્રી કુમારપાળ દેસાઈ
(સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં બહુમૂલ્ય પ્રદાન )

તારીખ : 10 ઑક્ટોબર 2015, શનિવાર
સમય : સાંજે 5.00 વાગ્યે
સ્થળ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા,અમદાવાદ.

ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે.

તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર–પ્રસાર તથા ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે બે પ્રકારની પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

(1) નિબંધલેખન સ્પર્ધા

(2) નવલિકા (ટૂંકી વાર્તા).

સ્પર્ધાના બન્ને વિભાગમાં પ્રથમ પારિતોષિક 25000 રૂપિયાનું અને દ્વિતીય પારિતોષિક 15000 રૂપિયાનું જાહેર કરવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં અમોને નિબંધ વિભાગમાં 59 અને ટૂંકી વાર્તા વિભાગમાં 79 કૃતિઓ મળેલ હતી. આમ બન્ને વિભાગમાં થઈને કુલ 138 કૃતિઓ અમને મળેલ છે.

આ સ્પર્ધાના પરિણામ નીચે મુજબ છે.

નિબંધ સ્પર્ધા :

પ્રથમ પારિતોષિક : યશવંતભાઈ ઠક્કર (ચાલો ભાષાનું ગૌરવ વધારીએ) | View

દ્વિતીય પારિતોષિક : દર્શાબહેન કિકાણી (આપણી ભાષા આપણી સંસ્કૃતિ) | View

ટૂંકી વાર્તા સ્પર્ધા :

પ્રથમ પારિતોષિક :દશરથભાઈ પરમાર (ખરા બપોરનો ચોર) | View

દ્વિતીય પારિતોષિક :નીતાબહેન જોશી (ડચૂરો) | View

સ્પર્ધાના વિજેતાઓને તથા સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને ગુજરાતીલેક્સિકન પરિવાર અભિનંદન પાઠવે છે.

ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે.

તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર–પ્રસાર તથા ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે બે પ્રકારની પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

(1) નિબંધલેખન સ્પર્ધા

(2) નવલિકા (ટૂંકી વાર્તા). આ સ્પર્ધાની વિગતો નીચે મુજબ છે :

પ્રતિભાશોધ સ્પર્ધા: 1

નિબંધલેખન : આશરે 1500થી 1700 શબ્દોમાંનિબંધલેખનના વિષયો

  • ગુજરાતી ભાષાનું ભવિષ્ય
  • ભાષાની આજ અને આવતી કાલ
  • ચાલો, ભાષાનું ગૌરવ વધારીએ
  • આપણી ભાષા – આપણી સંસ્કૃતિ
  • આપણે અને આપણી માતૃભાષા
  • ગૌરવવંતા ભાષાવીરો
પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયા
દ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
પ્રતિભાશોધ સ્પર્ધા : 2

નવલિકા (ટૂંકી વાર્તા) : આશરે 1700થી 2000 શબ્દોમાં

પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયા
દ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા

કૃતિ મોકલવાની અંતિમ તારીખ : 30 નવેમ્બર 2014

કૃતિ મોકલવાનું સ્થળ અને સરનામું :

303 – એ, આદિત્ય આર્કેડ,

ચોઇસ રેસ્ટોરાં પાસે, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ–380 009 ગુજરાત, ભારત.

ફોન : +91-79-4004 9325

ઇ–મેઇલ :info@gujaratilexicon.com

પરિણામ જાહેર થવાની તારીખ : 13 જાન્યુઆરી 2015

સ્પર્ધાના સામાન્ય નિયમોઃ

આ સ્પર્ધાઓ માટે વયમર્યાદા નથી. રસ ધરાવતા દરેક ગુજરાતી સાહિત્યપ્રેમી મિત્ર ભાગ લઈ શકે છે. દરેક સ્પર્ધક એક જ કૃતિ મોકલી શકશે અને એ રચના ‘અગાઉ ક્યાંય પ્રકાશિત થઈ નથી’ તેવું લખાણ સાથે બીડવું જરૂરી રહેશે. રજૂ કરેલ કૃતિ મૌલિક હોવી જોઈએ. જો કૃતિ અન્ય કોઈની નકલ કરેલી માલૂમ પડશે તો તે કૃતિ સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.

કૃતિ – ‘સાર્થજોડણી’ના નિયમો પ્રમાણેની હોવી જોઈએ તથા નિશ્ચિત સમયમર્યાદામાં સૉફ્ટ કૉપીમાં કે હાર્ડકૉપીમાં મળેલી કૃતિઓ સ્પર્ધા માટે માન્ય ગણાશે. (જો રચના ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે તો તે વર્ડ ફોર્મેટમાં જ મોકલવાની રહેશે)

કૃતિ મોકલનારે પોતાનું પૂરું નામ, પીનકોડ સાથેનું સરનામું, ઇમેઇલ આઈડી, સંપર્ક નંબર વગેરે લખીને, પોતાના પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે કૃતિ મોકલવાની રહેશે. અધૂરી વિગત કે અપૂરતી માહિતીવાળી કૃતિ માન્ય ગણાશે નહીં.

સ્પર્ધાનાં પરિણામો અને વિજેતા અંગેનો આખરી નિર્ણય અમારી નિર્ણાયક સમિતિને હસ્તક રહેશે જેને દરેક સ્પર્ધકે માન્ય રાખવાનો રહેશે.

દરેક સ્પર્ધામાં બે વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

કોઈ કારણસર જો સ્પર્ધાની મુદતમાં લંબાણ થાય કે કદાચ બંધ પણ રહે તો તેના સર્વ હક્કો આયોજકો પાસે અબાધિત રહેશે.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects