Word Of The Year : 2023
વર્ષ 2023માં ઘટેલી કેટલીક ઘટનાઓ ઉપર નજર કરતાં જણાશે કે, આર્થિક-સામાજિક અને રાજકીય એમ ત્રણે ક્ષેત્રને જો કોઈ શબ્દ સૌથી વધુ અસર કરી ગયો હોય તો તો છે, ‘આર્ટિફિશય્લ ઇન્ટેલિજન્સ’ (એ.આઇ) (કૃત્રિમ બુદ્ધિમત્તા). આ ટૅક્નોલૉજીનું આગમન વર્ષ 2022માં થઈ ગયું હતું પણ આ તકનીક પર આધારિત સામાગ્રીનો બહોળો વ્યાપ વર્ષ 2023માં થયો જેમ કે ચેટજીપીટી. આ તકનીકે દરેક ક્ષેત્રમાં નવી દિશાઓ ખોલી તો કેટલાંક અંશે તેનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. તે જ રીતે ‘ચંદ્રયાન’ની સફળતાને કારણે વૈશ્વિક બજારમાં ‘આત્મનિર્ભર’ ભારતનો દબદબો છવાયેલો રહ્યો.
ભારતની પ્રજા ધાર્મિક માનસિકતા ધરાવે છે, અને ‘અયોધ્યા’ અને ‘રામમંદિર’ ઉપરની અખૂટ શ્રદ્ધાને કારણે વર્ષ 2024માં આપણે રામમંદિરના દ્વારે પહોંચી શકીશું. 2024માં થનારી લોકસભાની ચૂંટણીને કારણે દરેક પક્ષ પોતાનું ‘શક્તિપ્રદર્શન’ દર્શાવી રહ્યું છે. કોણો કોના માટે ‘પનોતી’ સાબિત થાય છે કે કોણ કોના માટે ‘પદયાત્રા’ યોજી સફળતાના શિખર પર બિરાજે છે તે તો આવાનાર સમય જ બતાવશે.ઉપરની વિવિધ ઘટનાઓની સારી-નરસી વિવિધ બાજુઓને ચકાસતાં ગુજરાતીલેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ને વર્ષ 2023નો ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કરતાં આનંદ અનુભવે છે.
Word Of The Year : 2022
Word Of The Year : 2021
Word Of The Year :2020
ગુજરાતીલેક્સિકન રજૂ કરે છે વર્ષ 2020 માટે ‘ગુજરાતીલેક્સિકન વર્ડ ઑફ ધ યર’ કૉન્ટેસ્ટ.
આખા વર્ષ દરમ્યાન સૌથી વધુ ચર્ચાયેલો અથવા સૌથી વધુ વાર સાંભળવામાં આવ્યો હોય એવો કોઈ શબ્દ અને જો તમને લાગે કે તે શબ્દ (જૂનો / નવો) ‘વર્ડ ઑફ ધ યર’ બની શકે છે તો અમને તે શબ્દ અને તેનો અર્થ info@gujaratilexicon.com ઉપર ઈમેલ કરો અને સ્પર્ધામાં ભાગ લો અને વિજેતાને મળશે 5001/- રૂપિયાનું રોકડ ઇનામ
કૉન્ટેસ્ટ સમયગાળો : 01-12-2020 થી 20-12-2020
પરિણામ જાહેર થવાની તારીખ : જાન્યુઆરી 2021
‘ગુજરાતીલેક્સિકન વર્ડ ઑફ ધ યર’ કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટેના નિયમો :
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.