આ જ અરસામાં તેમનો ભત્રીજો અમેરિકાથી એમ.બી.એ. કરીને પરત આવ્યો અને તે તેની સાથે એપલનું કમ્પ્યૂટર લઈને આવ્યો. તેણે રતિભાઈ કમ્પ્યૂટર શીખવવાનું શરૂ કર્યું. જેનાથી કમ્પ્યૂટરમાં ગુજરાતી ફોન્ટની આવશ્યકતા છે જ એ વાત તેમના માનસપટ પર વધુ ઘેરી બની. તેઓ સતત ગુજરાતી ફોન્ટ બનાવી આપી શકે તેવી વ્યક્તિ-સંસ્થાની શોધમાં હતા અને આ સંદર્ભે તેમનો સંપર્ક એક ફ્રેન્ચ મહિલા સાથે થયો અને તેણે આ કામ કરી આપવાની ખાતરી આપી અને તે સંદર્ભનું તેનું મહેનતાણું પણ નક્કી કરવામાં આવ્યું. ફ્રેન્ચ મહિલાએ આ દિશામાં પ્રયત્નો આદર્યા અને તેમાં મહદઅંશે સફળતા સાંપડી. તેણીએ જે ફોન્ટ બનાવ્યા તે પ્રાથમિક હતા અને તેમાં જોડાક્ષરો ન હતા. રતિભાઈએ તેમાં જોડાક્ષરો ઉમેરી આપવાની વિનંતી કરી તો તે મહિલાએ આ માટે ખૂબ મોટું મહેનતાણું માંગ્યું જે રતિભાઈના વ્યવસાયિક સિદ્ધાંતોની વિરુદ્ધ હતું.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.