આપણે જ્યારે શાળામાં ગણિતનો વિષય ભણતાં હતાં ત્યારે ગણિતમાં ભૂમિતિ વિશે ભણાવવામાં આવતું હતું. આ ભૂમિતિ શું છે, તે કેવી રીતે ઉપયોગમાં આવે છે, ક્યારે ઉપયોગમાં આવે છે વગેરે વિગતો દર્શાવતું પુસ્તક એટલે પ્રેક્ટિકલ જોમેટ્રી
કવિતા કેવી રીતે બનાવશો. કવિતા બનાવતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખશો. વગેરે નાની નાની વસ્તુની વિગતવાર માહિતી આપતો કોશ એટલે પિંગળપ્રવેશ.
સ્મરણસ્થ રશ્મિકાન્ત દેસાઈની યુવાનીમાં જે ભ્રાંતી હતી તે, વધુ વાંચન અને વીચાર કરવાથી નીર્મુળ થઈ ગઈ. વાચકમીત્રોમાં કુતુહલ જાગૃત થાય અને સ્વતંત્ર વીચાર કરવા પ્રોત્સાહન મળે તે માટે સાર્થ જોડણીમાં લખાયેલ ઈ.પુસ્તક ‘નિર્ભ્રાન્ત’ અત્રે અહીં રજૂ કરવામાં આવ્યું છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વિખ્યાત સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશીના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. વિશ્વકોશ એ એમની પ્રિય અને માનીતી સંસ્થા બની રહી હતી. તેઓએ એમના સસરા અને વિખ્યાત વિવેચક, સંશોધક તથા “મેના ગુજરી’ નાટકના સર્જક શ્રી રસિકલાલ પરીખની
પર્વાધિરાજ પર્યુષણનો મર્મ, તપનો મહિમા, નવકાર મંત્રનાં રહસ્યો, કલ્પસૂત્રની ગહનતા, ક્રાંતિના ધર્મનો આપેલો પ્રભુ મહાવીરનો સંદેશ, ગુરુ ગૌતમ સ્વામીની મહત્તા, સ્વાધ્યાય તપ તેમજ ક્ષમાપના જેવા જુદાં જુદાં વિષયો પર મૂળ ગ્રંથોને અનુલક્ષીને વક્તવ્ય આપશે