Home » GL Community
સાવ અંગત એક સરનામું મળ્યું આજ વર્ષો બાદ એ પાનું મળ્યું મેં લખેલી ડાયરી વાંચી ફરી, યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું. સોળમા પાને પતંગિયું સળવળ્યું, જીવવા માટે નવું બહાનું મળ્યું. જાણ થઈ ના કોઈને, ના આંખને, સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું. એક પ્યાસાને ફળી સાતે તરસ, બારણા સામે જ મયખાનું મળ્યું. – હરિશ્ચન્દ્ર જોશી
ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું, નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું. આ ધરા માફક મહેકતાં છો મને ના આવડે, તરબતર ભીના થઈ વરસાદનું સ્વાગત કર્યું. પ્હાડની સંવેદનાઓ આ ક્ષણે સમજાય છે, કૈંક ઝરણાંએ વહી વરસાદનું સ્વાગત કર્યું. વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી, સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું. માત્ર આ આકાશને […]
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું […]
હે દીવા! તને પ્રણામ… અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ હે દીવા! તને પ્રણામ… તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ! પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ. હે દીવા! તને પ્રણામ… જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત, હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત! […]
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.