Home » GL Community
પત્ની શાક લેતી વખતે એટલા બધા ભાવતાલ કરાવતી હતી કે, છેવટે ભૂરાથી બોલાઇ ગયું: જલદી લઈ લે, જે લેવું હોય એ. મારે હજી ઓફિસ જવાનું છે. . . પત્ની: તમે વચ્ચે ના બોલો. જલદી કરવામાં ને કરવામાં તો તમે ભીટકાઇ ગયા. હવે આમાં મારે એ ભૂલ નથી કરવી.
ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડની છાતિ પર માથુ રાખીને કહે છે: જાનુ, તારું દિલ તો કડક અને મુલાયમ છે… . . બોયફ્રેન્ડ: વેવલી ના થા. કડક લાગે છે એ માવો છે અને મુલાયમ લાગે છે એ ચૂનાની પડીકી છે.
છોકરી: તમારો મોબાઇલ તો બહુ સરસ છે. કેટલામાં લીધો. . . છોકરો: લીધો નથી. રેસમાં જીત્યો. . . છોકરી: અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં. . . છોકરો: ત્રણ જણ. હું, પોલિસવાળો અને મોબાઇલ શોપવાળો.
ટીચર: તું દરરોજ સ્કૂલે મોડો જ કેમ આવે છે? . . ચીંટુ: રસ્તામાં એક બોર્ડ મારેલું છે, તેના કારણે. . . ટીચર: એવું તો શું બોર્ડ મારેલું છે? . . ચીંટુ: 'આગળ સ્કૂલ છે. મહેરબાની કરીને ધીમે ચાલો.'
રાજકોટથી છોકરાવાળા સુરત છોકરી જોવા આવ્યા. . . છોકરી: તમે શું કરો છો? . . છોકરો: આપણે રાજકોટમાં રેસકોર્સમાં 'ગ્રીન સ્ટીક વૂડ'નો બિઝનેસ છે. છોકરી: એટલે શું? . . છોકરો: દાતણ વેચુ છું ગાંડી…
ચાલતી ટ્રેને ટી.સી. કહી રહ્યો હતો : ટિકિટ બતાવો, ટિકિટ બતાવો સરદાર : લો, દેખો. ટી.સી. : અબે , એ તો પ્લેટફોર્મ ટિકિટ હૈ…. સરદાર : હમ કો ભી તો પ્લેટફોર્મ પર હી ઉતરના હૈ તો વહી ટિકિટ લેંગે ના !
પપ્પુ એક દુકાનમાં ખુશ થતો-થતો ગયો. . . પપ્પુ: 1 Bhk નો ભાવ શું છે? દુકાનદાર: ભાઈ આ રેડિમેડ ગાર્મેન્ટ્સની દુકાન છે. . . પપ્પુ: પણ બહાર તો લખ્યું છે, "Flat 50% off" . . દુકાનદાર હજી કોમામાંથી બહાર નથી આવ્યો.
દુકાનદાર : તમારી પાસે મોબાઈલ હતો તો પછી લેટર કેમ લખ્યો ? સંતા : મૈંને ફોન કિયા તો જવાબ મિલા 'પ્લીઝ ટ્રાય લેટર' ફિર મેં ક્યા કરતા ?
દીકરો ઘરે મોડો આવ્યો. . . મમ્મી: આજે આટલું બધુ મોડુ કેમ થયું? દીકરો: 'માકી મમતા' મમ્મી: સરસ. જા બેટા, હવે ઘરમાં બીજુ પિક્ચર રેડી જ છે. દીકરો: કયું? મમ્મી: 'બાપ કા કહર'
દીકરો : પપ્પા, બાપ-દીકરામાં વધુ બુધ્ધિશાળી કોણ હોય ? પિતા : સીધી વાત છે, બાપ જ હોય ને ? દીકરો : ટેલીફોન કોણે શોધ્યો ? પિતા : ગ્રેહામ બેલે દીકરો : એન બાપે કેમ ના શોધ્યો ?
ચીંટુ: પપ્પા આટલો બધો દારૂ પીવાનો બંધ કરી દો…. . . પપ્પા: પીવા દે, પીવા દે બેટા, આમ પણ સાથે શું લઈને જવાનું છે? . . ચીંટુ: આ જ રીતે પીતા રહેશો તો, મૂકીને પણ શું જશો???
સસરા: તમે દારૂ પીઓ છો એ વાત તમે મારી છોકરી સાથે લગ્ન કરતાં પહેલાં કહી કેમ નહોંતી? . . જમાઈ: તમારી છોકરી પણ બહુ લોહી પીવે છે. એ વાત કહી હતી તમે મને?
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મથી આરંભીને તેમના પરિનિર્વાણ સુધીના અત્યંત સંવેદનશીલ પ્રસંગોને જીવંત બનાવતો સૌથી નાનો પણ મહામુલો ગ્રંથ એટલે “જો બાબા ના હોત તો…..
The Gujarat Prevention and Eradication of Human Sacrifice and Other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act 2024 – ગુજરાત માનવ બલિદાન, અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુને અટકાવવા અને તેના નિર્મૂલન કરવાનો કાયદો-2024ને અંગ્રેજી અને ગુજરાતીમાં સમજાવતી ઈ.બુક
આ ઈ.બુકમાં લેખકે વહેમ અને અન્ધશ્રદ્ધા વિરુદ્ધ અવાજ ઉઠાવતી વિચારોત્તેજક સર્વાંગી ચર્ચા-વિચારણા ઈશ્વરને અનુલક્ષીને કરી છે. આ પુસ્તકના લેખક ગુજરાતમાં રૅશનલ પ્રવૃત્તિના અગ્રણી, નિવૃત્ત ડાયરેક્ટર ઑફ ફીઝીકલ એડ્યુકેશનના ડૉ. જેરામ જે. દેસાઈ છે.
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે