Home » GL Community
તમે જેને ચાહો છો એ કદી તમને ન ચાહે તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે જિન્દગી સસ્તી નથી ને એ મળી તમને અમસ્તીયે નથી વેડફો શાને નિરર્થક આંસુ ને નિ:શ્વાસ ને આઘાત આહે ! તમે આગે ચલો ! આગ છોને અંતરે છૂપી જલો પણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો. […]
મારી આ આંગળીઓની ટોચે આખી પક્ષીઓની નાત છે. કાગડાનો ‘કાં’ ને ચકલીનું ‘ચીં’ અહીં સાવ સહજ વાત છે. પાંખો પર પાંખો ફેલાય ને પગલાની નીત નવીન ભાત છે. મોરલાનું નર્તન ને, સુગરીનું સર્જન કલાની અહિં જ તો સોગાત છે. આંગળી આ ફેલાયે પુરાયે આભે આ તો ભાઇ! પર્યાવરણની વાત છે.
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે ન […]
રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ , કાં તો સ્કુલમાં ,કાં ટયુશનમાં ,કાં ટેન્શનમાં રહીએ નથી એકલા પાસ થવાનું ટકા જોઇએ મોટા . નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા એચ ટુ ઓ ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ ? રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ , થાકું, ઊંઘું ,જાગું ત્યાં તો […]
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને. સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને. મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને; તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને. પ્રેમપંથ પાવકની જ્વાળા, […]
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા […]
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્, પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત, ગગો એનો મુંબઈ ગામે; ગીગુભાઈ નાગજી નામે. લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ ! સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા'ડા? ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેળો થાય, […]
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુર્જર વાણી ગુર્જર લહાણી […]
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો, અટૂલો ઝાંખો પડ્યો. […]
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી ખાડા ખાબોચિયાને બાંધી બેસાય આ તો વરસે ગગનભરી વ્હાલ ગમતાંનો કરીએ ગુલાલ ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી આવે […]
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે. દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે. સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ, મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે. આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં, મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે. ઠેસ બાળકને કદી ક્યાંયે […]
‘જો’ અને ‘તો’ની વચોવચ આપણે ઊભા છીએ, કબ્બડી-ખોની વચોવચ આપણે ઊભા છીએ. ઘોડિયાના હીંચકાથી લઈ અને સમસાન લગ, ‘હસ અને રો’ની વચોવચ આપણે ઊભા છીએ. સાંધીએ વર્ષોથી, સંધાતી નથી તો પણ હજી; કઈ તિરાડોની વચોવચ આપણે ઊભા છીએ? જિંદગી ને ગુર્જરી ભાષાની તુલના થાય તો, ‘થોભ’ ને ‘ગો’ની વચોવચ આપણે ઊભા છીએ. રોજ જોતી સૃષ્ટિ […]
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુર્જર વાણી ગુર્જર લહાણી […]
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે ન […]
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો, અટૂલો ઝાંખો પડ્યો. […]
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.