આ ઈબુકમાં બુદ્ધ ધર્મનું ચિંતન સુપેરે પ્રગટ થયું છે. ગાગરમાં સાગરની જેમ ગહન અને ગંભીર ચિંતન, મનન સમાવ્યું છે. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવ્યા છે.
મધ્યકાલીન ગુર્જર સાહિત્યના પ્રકાંડ અભ્યાસી વિદ્વાન પ્રો. જયંત કોઠારીની વર્ષોની સૂઝબૂઝ ભરેલી મહેનતના પરિણામે ‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’ નામનો સુંદર સંદર્ભકોશ તૈયાર કરવામાં આવેલો છે. જેઓ મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ કરવા ઇચ્છુક છે તેમના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
પ્રવૃત્તિ મહત્ત્વની કે પ્રસિદ્ધિ ? સમાજથી ડરવાનું બંધ કરીએ ? જિંદગી સામે ફરિયાદો કરવાનું માંડી વાળીએ ? આપણે ધીરજનો ગુણ ગુમાવી રહ્યા છીએ….. વગેરે જેવા અનેક રસપ્રદ વિષયો ધરાવતી ઈબુક એટલે આનંદનું આકાશ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે