| 3 |
[ સં. ] |
पुं. |
( પુરાણ ) આઠ વસુમાંના ધર વસુનો પુત્ર. તેની માનું નામ મનોહરા હતું. તેને ઊર્જસ્વતીથી આયુ નામે દીકરો થયો હતો. દ્રોણ, પ્રાણ, ધ્રુવ, અર્ક, અગ્નિ, દોષ, સોમ અને વિભાવસુ એ આઠ વસુઓ છે.
|
| 9 |
|
पुं. |
જીવ; આત્મા; દશ વૃત્તિવાળો શરીરમાં રહેલ વાયુ; શરીરમાંનો જિંદગીને આધારરૂપ વાયુ. તેના સંયોગથી જીવન અવસ્થા અને વિયોગથી મરણ અવસ્થા પ્રાપ્ત થાય છે. તેનું સ્થાન હ્રદયમાં છે. જેમ અસ્ત પામતા સૂર્યનાં બધાં કિરણ સૂર્યમંડલમાં લીન થઈ જાય છે. તેમ સ્વપ્નાવસ્થામાં બધી ઈંદ્રિયો મનમાં લીન થઈ જાય છે. સુષુપ્તિ અવસ્થામાં તો મનનું સ્પંદન પણ થતું નથી. તે વખતે માત્ર પ્રાણ બધું અનુભવે છે. પ્રાણના બે ભેદ છે: દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. દ્રવ્યપ્રાણ દશ છે: મન, વચન, કાય, સ્પર્શેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેંદ્રિય, ચક્ષુરિંદ્રિય, શ્રોત્રેંદ્રિય, શ્વાસોચ્છવાસ અને આયુ. આત્માની જે શક્તિના નિમિત્તથી ઈંદ્રિયાદિ પોતાના કાર્યમાં પ્રવર્તે તેને ભાવપ્રાણ કહે છે. ભાવપ્રાણના પણ બે ભેદ છે: ભાવેંદ્રિય અને બલપ્રાણ. ભાવેંદ્રિય પાંચ છે: શરીર, જીભ, નાક, આંખ અને કાન.બલપ્રાણના ત્રણ ભેદ છે: મનોબળ, વચનબળ, અને કાયબળ. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રાણ છે. નાગ, કૂર્મ કૂકલ, દેવદત્ત અને ધનંજય એ પાંચ ઉપપ્રાણ કહેવાય છે. ઉદ્દગાર, નિમિષોન્મેષ, છીંક, જૃંભા અને મૃત શરીરને ફુલાવવું એ તેમના અનુક્રમે ધર્મ છે. શાસ્ત્રમાં આંખ, કાન, નાક, મુખ, નાભિ, ગુદા, મૂત્રેંદ્રિય અને બ્રહ્મરંઘ એ પ્રાણ નીકળવાના માર્ગ મનાય છે.
રૂઢિપ્રયોગ
૧. પ્રાણ આવવો = ભય ઓછો થવો.
૨. પ્રાણ ઊઠી જવા = (૧) ડરી જવું. (૨) બહુ ગભરામણ થવી.
૩. પ્રાણ-ઊડી-નીકળી જવા = મૃત્યુ થવું.
૪. પ્રાણ કાઢી નાખવા = (૧) ઘણું જ આતુર રહેવું. (૨) બહુ દિલગીર થવું. (૩) ભોગ આપવો; કુરબાન થવું; પ્રાણ પાથરવા; પોતાની જિંદગીને કુરબાન કરવી. (૪) સતાવવું; હેરાન કરવું.
૫. પ્રાણ ખરચવા = જીવ દેવો; પોતાની જિંદગીનો ભોગ આપવો.
૬. પ્રાણ ખાવો = જીવ ખાવો; બહુ સતાવવું.
૭. પ્રાણ ગળા સુધી આવવા = મરણ નજીક હોવું.
૮. પ્રાણ છુટાવવા = (૧) જીવ લઈને નાસવું. (૨) મારી નાખવું.
૯. પ્રાણ છૂટવા = જીવનનો અંત આવવો; મરણ પામવું.
૧૦. પ્રાણ છોડવા-જવા-તજવા-ત્યાગવા-દેવા-નીકળવા = મરણ પામવું.
૧૧. પ્રાણ પડીકે બંધાવા = હવે શું થશે, એવી ઇંતેજારી કે અમૂંઝણથી જીવ નીકળી જાય તેમ થવું.
૧૨. પ્રાણ પાથરવા = (૧) અત્યંત આદરસત્કાર કરવો. (૨) બીજાને ખાતર પોતાના પ્રાણ જતા કરવા; કુરબાન થઈ જવું; પોતાની જિંદગીને કુરબાન કરવી; આત્મભોગ દેવો; જીવ આપવા તૈયાર થવું.
૧૩. પ્રાણ બચાવવા = જાન છોડાવવો; જીવનની રક્ષા કરવી.
૧૪. પ્રાણ લેવા-હરવા = જીવ લેવો; મારી નાખવું.
૧૫. પ્રાણ હારવા = (૧) ઉત્સાહ ન રહેવો. (૨) મરી જવું.
૧૬. પ્રાણથી જવું = જીવથી જવું; મરી જવું; જીવ ખાવો.
|