| 7 |
|
न. |
અશુભ અદૃષ્ટ ઉત્પન્ન કરનાર આચરણ; આ લોક તથા પરલોકમાં અશુભ ફળ આપનારૂં કર્મ; કર્તાનું અધ:પતન કરનારૂં કર્મ; ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખોડેલું આચરણ; અનાચાર; પાતક; અશુભ કાર્યથી બંધાતું અશુભ કર્મ. જૈનધર્મ પ્રમાણે અઢાર પાપ ગણાય છે: જીવહિંસા, જૂઠું બોલવું, ચોરી, વિષય સેવવો, પરિગ્રહ, ક્રોધ, અહંકાર, કપટ, લોભ, રાગ, દ્વેશ, કલહ, કોઈ ઉપર આળ ચડાવવું, ચાડી, પારકી નિંદા, રતિઅરતિ, માયામોસો અને કુગુરુ, કુદેવ તથા કુધર્મની આસ્થારૂપ શલ્ય. હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભ ભાવ તે ભાવપાપ છે અને તેના નિમિત્તે જડની શક્તિથી પરમાણુઓનો જથ્થો સ્વયં બંધાય તે દ્રવ્યપાપ છે. કઠોર વાણી, મિથ્યા વચન, સર્વ પ્રકારની ચાડી અને નિષ્પ્રયોજન વાર્તા એ ચાર વાણીનાં પાપ મનાય છે. નહિ કરવા જોગ કામ કરવું એ જેમ પાપ છે, તેમ કરવા જોગ કામ ન કરવું તે પણ પાપ છે. પાપનું ફળ પતન અને દુ:ખ છે. તે કર્તાનું અનેક જન્મોમાં અહિત કરે છે. પાપીનો સંસર્ગ કરનાર પણ પાપનો ભાગીદાર તથા દુ:ખનો અધિકારી થાય છે. પ્રાયશ્ર્ચિત્ત અને પાપનું ફળ ભોગવવું એ બે ઉપાયોથી પાપની નિવૃત્તિ માનવામાં આવે છે. આ ઉપાયોથી તેના સંસ્કાર સારી રીતે ક્ષીણ ન થાય તો તે મરણ બાદ કર્તાને નરક અને જન્માંતરમાં અનેક પ્રકારના રોગ, શોક વગેરે અનુભવાવે છે. મનુસ્મૃતિમાં જણાવ્યું છે કે, સમાજ આગળ પોતાનાં પાપ પ્રકાશવાથી તથા તેને માટે અનુતાપ કરવાથી તે નાશ પામે છે.
|
| 19 |
|
न. |
બીજાનું ધન અન્યાયથી ગ્રહણ કરવાની ઇચ્છા, મનમાં હિંસા, દગો આદિ અનિષ્ટ કરવાની ઇચ્છા, પરલોક નથી, દેહ જ આત્મા છે વગેરે મિથ્યા આગ્રહ કે મનમાં રહેલી ભાવના.
|