પોલ બ્રન્ટન ઇગ્લેન્ડના એક છાપાંના તંત્રી, પત્રકાર. ભારતના પ્રાચીન ગૌરવ અને એની સંતપરંપરાથી આકર્ષાયેલા પોલ બ્રન્ટન અનેકવાર ભારતનો પ્રવાસ કરવા આવેલા. એ દરમિયાન એમણે ભારતમાં પ્રવર્તતા અનેકવિધ મત-સંપ્રદાયના સંતોમહંતો, યોગીફકીરો સાથે રૂબરૂ મુલાકાતો કરી અને એના આધારે કેટલાંક પુસ્તકો લખ્યાં. એ શ્રેણીનું પહેલું પુસ્તક એટલે – ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં. પોલ બ્રન્ટનની મૂળ શોધ ભારતના .. Read More
મૂળ અંગ્રેજીમાં એકસો અઠ્ઠાવીસ પૃષ્ઠોમાં છપાયેલી આ કથામાં મધ્યમવર્તી પ્રસંગ એક જ છે. જેનો લેખક છે અર્નેસ્ટ હેમિંગ્વે. એમને ‘ધ ઓલ્ડ મૅન અૅન્ડ ધ સી’ની પ્રભાવક વર્ણનકલા માટે નોબેલ પુરસ્કાર મળેલો છે. આ કૃતિનો ગુજરાતી અનુવાદ રવીન્દ્ર ઠાકોરે ‘અપરાજેય’ નામે કરેલો છે. જે 1952માં પ્રગટ થયેલી અને તેનો અનુવાદ 1991માં થયો. વૃદ્ધ સાન્ટિયાગો .. Read More
(લેખકઃ રોબર્ટ લુઇસ સ્ટીવન્સન, અનુવાદક – રવીન્દ્ર ઠાકોર) ‘ટ્રેઝર આઇલૅન્ડ’, ‘અ ચાઇલ્ડ્સ ગાર્ડન ઓફ વર્સિસ’, ‘સ્ટ્રેન્જ કેસ ઓફ ડૉ. જેકિલ અૅન્ડ મિસ્ટર હાઇડ’ જેવી પ્રખ્યાત કથાઓ લખનાર સ્કોટિશ લેખક રોબર્ટ લુઇસ સ્ટીવન્સન 1866માં એક સાહસકથા લઈને આવ્યા. નામ હતું ‘કિડ્નેપ્ડ’. 1752માં સ્કોટલેન્ડમાં રાજાના કોલિન કેમ્પબેલ નામના કારભારીની હત્યા કરવામાં આવેલી અને એ ઘટનાને ધ્યાનમાં રાખીને .. Read More
એક હજાર ને એક રાતોની વાતોએ કંઈ કેટલાંય વર્ષોથી દુનિયાભરના આબાલવૃદ્ધ વાચકોને આશ્ચર્ચમાં ગરકાવ કરી દીધા છે. સિન્દબાદની સાહસી દરિયાઈ સફર અને હારુન અલ રશીદના પરાક્રમોથી લગભગ કોઈ અજાણ નથી. અરેબિયન નાઇટ્સ એવા તો તિલસ્માતી દૃશ્યો ખડાં કરે છે કે જ્યાં હકીકત અને તરંગો એકમેકમાં ભળી જાય છે. વિશ્વભરમાં મોટાભાગની ભાષાઓમાં અવનવા સ્વરૂપે સતત કહેવાતી, .. Read More
રાવજી પટેલની ‘અશ્રુઘર’ નવલકથા 1966માં પ્રગટ થઈ છે. આ ટૂંકી નવલકથા એની વિશિષ્ટ રજૂઆતના કારણે વિદ્વાનોને ગમી છે અને વાચકોને પણ ગમી છે. ‘અશ્રુઘર’નો નાયક સત્ય છે, જે અત્યંત લાગણીશીલ છે. સત્યને ક્ષયની બીમારી હોવાથી એ એક સેનેટોરિયમમાં સારવાર લે છે. સેનેટોરિયમમાં એને સતત સ્વજનોનું સ્મરણ થયા કરે છે. સ્વજનોની લાગણી અને હૂંફનો અભાવ એને .. Read More
‘અમાસના તારા’ મૂળ આવૃત્તિમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે અને એમના જીવનમાં સાથ આપે એવા પાંત્રીસ પ્રસંગો વીણીને વિદ્યાર્થી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. લેખકની નાની બહેનનું નામ અમૃતા પણ બધા એને વ્હાલથી અમુ કહીને બોલાવે. લેખકના લગ્નની તૈયારી શરૂ થતાં ભાઈ સાથેનું અંતર અસહ્ય થઈ પડતાં તેમની બહેન અમુ તેમના બા-બાપુજીને ભાઈના લગ્ન બંધ .. Read More
ગુજરાતી પત્રકારત્વમાં એક વિરલ ઘટના કહી શકાય એવું આ પુસ્તક છે. ગુજરાતી ભાષામાં જ્ઞાનવિજ્ઞાનનો વારસો સતત ત્રીજી પેઢીએ જેમનામાં વહન થતો આવ્યો છે એવા તેજસ્વી પત્રકાર હર્ષલ પુષ્કર્ણાએ આલેખેલું ‘વિશ્વના સૌથી વિષમ યુદ્ધક્ષેત્રની મુલાકાતનું સફરનામું’ એટલે અનેક રંગીન તસવીરો તેમજ અઢળક વિગતોથી છલોછલ આ પુસ્તક. દાદા વિજયગુપ્ત મૌર્ય અને પિતા નગેન્દ્ર વિજયના જ્ઞાનવારસાને હર્ષલે ‘સફારી’ .. Read More
માનવમૂલ્યોમાં રહેલી સંવેદનાને સ્પર્શતી અને ભીતરમાં રહેલી કરુણતાને ઉજાગર કરતી આ કૃતિ ખૂબ જ હૃદયસ્પર્શી છે. અસહ્યય પીડાઓ અને મનોવ્યથાઓ વચ્ચે અલગ અલગ બીમારીમાં સપડાયેલા દર્દી અને તેના ડૉક્ટર વચ્ચેના સંબંધો, લાગણીઓ, વ્યવહાર, યાતનાઓ અને આ બધાની વચ્ચે કરુણતા દાખવી સારવારની સાથે સાથે સ્વજન સરીખું પોતીકાપણું જે પ્રગટ થાય છે તે આ કૃતિમાં વાચકની આંખ .. Read More
વિશ્વખોજ (vishvakhoj) પુસ્તક (gujarati ebook, gujarati book) તમને જીવનમાં શું જોઈએ છે, કેમ જોઈએ છે તે બાબતોનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરાવે છે. જીવનમાં હંમેશા મનુષ્ય કંઈકને કંઈક શીખીને પોતે શિક્ષા લેતો રહે છે. આ જીવન જ એક શિક્ષક છે. જેમ બાળક ભણવા માટે શાળાએ પહોંચી જાય અને શિક્ષા ગ્રહણ કરે છે. બાળપણમાં એક શિક્ષક વિધાથીઓને શિક્ષા .. Read More
‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’, ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધી અર્થ’, ‘ધ મિસ્ટિરિયસ આયલૅન્ડ’ જેવી અનેક સાયન્સ ફિક્શન્સ વિશ્વને ભેટરૂપે આપનાર જુલે વર્નનું નામ કોઈપણ વાચક માટે નવું નહીં હોય. મૂળ ફ્રેન્ચમાં લખાયેલા એમના અત્યંત પ્રસિદ્ધ પુસ્તકોમાંનું એક એટલે ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઇઝ’. અનેક ભાષામાં અનુવાદિત આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો .. Read More
શ્રી ભગવતી ચરણ વર્માની હિન્દી ભાષાની ગુજરાતી અનુવાદિત આ નવલકથા. જેમાં માનવજીવનના સંસાર રંગમંચના વ્યવહારોનું સુંદર પ્રતિબિંબ આપવામાં આવ્યું છે. સંસાર-સમાજમાં સારું-નરસું, સુખ-દુ:ખ, જય-પરાજય, સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, આસ્તિક-નાસ્તિક, પાપ-પુણ્ય જેવા વૃંદો છે જે સમજવા અનુભવવા જટિલ અને મુશ્કેલ છે. ઇતિહાસના ચંદ્રગુપ્ત અને ચાણક્યની પૃષ્ઠભૂમિના પાત્રો દ્વારા કથાનું ચિત્રણ કર્યું છે. મનુષ્યજીવન સીધી રેખા જેવું હોતું નથી. .. Read More
બકોર પટેલ – લેખક – શ્રી હરિપ્રસાદ વ્યાસ પ્રકાશન – ગાંડીવ સાહિત્ય મંદિર-સુરત. બકોર પટેલ અને પત્ની શકરી પટલાણી, પડોશી વાઘજીભાઈ વકીલ, ડોક્ટર ઊંટડીયા, બકોર પટેલની કામવાળી ખુશીડોશી, મિત્ર સખુભાઈ, વાઘજીભાઈનાં વહુ વીજકોર, મિત્ર હાથીશંકર, મીનીબાઈ, ચંપીબેન, દીવાનશાળા(ગાંડાની હોસ્પિટલ)ના ડોક્ટર રીંછોલકર, એમનાં મિત્ર ચિંતોલકર, કુંજવિહારીભાઈ, મિત્ર સસમલ પટેલના ગામનાં મિત્ર ખોડા પટેલ. આવા બધાં .. Read More
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.